Current Affairs Date-14/03/2017

રાષ્ટ્રીય

  • ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોમાં હાલ ૪૦૦૦ જેટલી મહિલાઓ કાર્યભાર સંભાળે છે.
  • અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
  • હાલ ભારતના સંરક્ષણ મંત્રી તરીકે રહેલા મનોહર પરિકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે. તેનો કાર્યભાર નાણામંત્રી અરુણ જેટલીને સોપવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • હાલ પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશના વડાપ્રધાન તરીકે રુહાકાના રુગુંડા ફરજ બજાવી રહ્યા છે. તેઓ હાલ ભારતની મુલાકાતે છે.
  • ૧૩ માર્ચ ૧૯૩૦ ના રોજ હાર્વર્ડ કોલેજની વેધશાળાએ પ્લુટોની ગ્રહ શોધ્યો હતો. જો કે હાલ આ ગ્રહ માન્યતા ગ્રહની વ્યાખ્યામાં આવતો નથી.

ગુજરાત

  • ઘોઘા- દહેજ રોરો ફેરીનું કામકાજ ૮૦ ટકા પૂર્ણ થયેલ છે, ત્યારે સરકાર આગામી ચુંટણી પહેલા આ સેવા શરૂ કરવા ઈચ્છે છે.
  • ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટ શરૂ થઇ શકે તે માટે છ પ્રકારના સર્વની કામગીરી આરભી દેવામાં આવી છે.
  • ગુજરાત રાજ્યમાં પ્રથમ નેચર સફારી ડીઅર પાર્ક વડોદરા નજીક વુંદ્રાવન ગાર્ડનની બાજુમાં ૭૦ એકરની જમીનમાં તૈયાર થશે.

રમત-જગત

  • રિયો ઓલમ્પિકમાં બ્રોન્ઝમેડલ પ્રાપ્ત કરનાર સાક્ષી મલિક મહર્ષિ દયાનંદ યુનિવર્સીટીમાં કુસ્તી સ્પોટ્ર્સ ડાયરેકટર તરીકે નિમણુંક પામશે.

અન્ય

  • બિહારના વૈશાખીમાં કેન્દ્ર સરકાર કેળા સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવાનો નિર્ણય કરેલ છે.
Advertisements