Current Affairs Date-28/03/2017

રાષ્ટ્રીય

  • જાહેર ક્ષેત્રની ઇન્ડિયન રીન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીએ આગામી વર્ષ માટે દેશમાં ક્લીન એનર્જી પ્રોજેક્ટ માટે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા મંજુર કરેલા છે.
  • સ્વયં સહાયતા સમુહ દ્વારા બેન્કિંગ વગરના ક્ષેત્રમાં નાણાકીય સવલત મળી રહે તે માટે પોતાની સેવા વિસ્તારનાર ઓડિસા રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બનેલ છે.
  • દેશમાં ભારત ડાયનેમિક્સ લીમીટેડની સ્થાપના વર્ષ ૧૯૭૦ માં થયેલી છે. તેનું વડું મથક હૈદરાબાદ માં આવેલ છે.
  • ભારતમાં કરુર વૈશ્ય બેન્કની સ્થાપના વર્ષ ૧૯૧૬ માં કરવામાં આવી હતી.તેનું મુખ્ય કાર્યાલય કરુર ખાતે તમિલનાડુમાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતીય અમેરિકા વનીતા ગુપ્તાને ધ લીડરશીપ કોન્ફરન્સ ઓન સિવિલ એન્ડ હુમન રાઈટસના અધય્ક્ષ તથા સીઈઓ નિયુકત કરવામાં આવ્યા છે.

ગુજરાત

  • ગુજરાતનું યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે હૃદય યોજનાનો ભાગ બની ચૂક્યું છે, હવે કેન્દ્ર સરકાર દ્વારા તેને વિકસિત કરવા માટે પ્રસાદ યોજનામાં સમાવેશ કરી ૨૨ કરોડ રૂપિયા ફાળવાશે.

રમત – જગત

  • સ્પેનના રમતવીર રાફેલ નાદાલે પોતાની એટીપી ટેનીસ કારકિર્દીમાં ૧૦૦૦ મેચ પૂરી કરવાની સિદ્ધિ હાંસલ કરેલ છે.
  • ભારતે ઓસ્ટ્રેલિયા દેશને ૨-૧ થી હારવીને બોર્ડર ગાવસ્કર સીરીઝ જીતી લીધી છે.
  • ભારતે વિશેષ ઓલમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ૭૩ મેડલ મેળવેલા છે.

અન્ય

  • કેન્દ્રીય મંત્રાલય દ્વારા MOPNG –E- SEVA ની શરૂઆત કરવામાં આવી છે.
Advertisements