Current Affairs Date-13/04/2017

રાષ્ટ્રીય

  • ભારતમાં પ્રથમવાર બનાવવામાં આવેલ સ્વચ્છ બંદરોની યાદીમાં હલ્દિયા પ્રથમ નંબરે આવ્યું.
  • આગામી ૧ મેં ૨૦૧૭ થી દેશના પાંચ શહેરોમાં પેટ્રોલ–ડીઝલ ભાવમાં રોજ પરિવર્તન કરવાની યોજના લાગુ કરવામાં આવશે.
  • પેટ્રોલ-ડીઝલના રોજ ભાવ નિર્ધારણ કરવા માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે ચંદીગઢ, ઉદયપુર, જમશેદપુર ,વિશાખાપટ્ટનમ અને પોંડીચેરીને પસંદ કરવામાં આવ્યા છે.
  • રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજી ૧૨ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રાષ્ટ્રપતિ ભૂવિજ્ઞાન પુરસ્કાર-૨૦૧૬ પ્રદાન કરશે.
  • રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર પહેલા રાષ્ટ્રીય ખનીજ પુરુસ્કાર તરીકે ઓળખાતો હતો. તેની શરૂઆત ૧૯૬૬ માં કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય

  • વિશ્વ બેન્કે જળમાર્ગ-૧ માટે ભારતને ૩૭૫ મિલિયન ડોલરની સહાયતા આપવામાં આવેલ છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્વનિર્ભર સ્કૂલોની ફી નિયમન વિધાયક ૨૦૧૭ ને રાજપાલ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

રમત-જગત

  • હાલમાં ભારતના ખેલમંત્રી વિજય ગોયેલે ખેલો ઇન્ડિયા નામના કાર્યક્રમનો શુભારંભ કરેલ છે.
  • ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ સિંગાપુર ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.

અન્ય

  • હાલમાં ભારતના વડાપ્રધાનશ્રી ઇસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર વૈશ્વિક નેતા જાહેર થયેલ છે.
  • ઈ.પી.એફ.ઓ. સંસ્થામાં આધાર નંબર જમા કરવાની મુદત ૩૦ એપ્રિલ ૨૦૧૭ સુધી લંબાવવામાં આવી છે.
Advertisements