Current Affairs Date-16/04/2017

રાષ્ટ્રીય

 • વિશ્વની સૌથી મોટી ૧૧ ટન વજનની ૨૨ ફૂટ લાંબી ૧૧ ફૂટ પહોળી અને ૪.૫ ઉંચી અષ્ઠધાતુની રામચરિતમાનસની મૂર્તિ ગ્વાલિયર ખાતે ઉભી કરવામાં આવશે.
 • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા બેન્ગલુરૂ સ્થિત આયકર વિભાગ માટે નવા પીનકોડ ની જાહેરાત કરવામાં આવેલ છે.
 • ભારતીય રીઝર્વ બેન્કના કાર્યકારી નિર્દશકના રૂપમાં માલવિકા સિંહને નિયુકત કરવામાં આવ્યા છે.
 • સમુદ્રી જીવોના રક્ષણ માટે કોવલમાં સમુદ્રની નીચે બેઠકનું આયોજન કરવામાં અઆવ્યું છે.
 • ૧૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ નાણામંત્રી અરુણ જેટલીએ લૈંગિક સમાનતા સુચક આંક જાહેર કરેલ છે.
 • હાલમાં ગોવાના વિધાનસભાના અધયક્ષ પવન સાવંતને નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતર રાષ્ટ્રીય

 • ૧૩ એપ્રિલ ૨૦૧૭ ના રોજ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા જણાવવમાં આવ્યું છે કે વિશ્વમાં ૨ અરબ લોકો દુષિત પાણી પીવે છે.

ગુજરાત

 • ૧૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ દેશના વડાપ્રધાનશ્રી સુરત ખાતે રુ.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

રમત-જગત

 • પંકજ અડવાણીએ પોતાનો છટ્ઠો એશિયન ખિતાબ જીતેલ છે.
 • વર્ષ ૨૦૦૩ માં પંકજ અડવાણીએ ૧૮ વર્ષની વયે પ્રથમ ખિતાબ જીત્યો હતો.

અન્ય

 • ભારતના દિલ્હી રેલ્વે સ્ટેશનને વીજળીની બચત કરનાર સ્માર્ટ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.
Advertisements