Current Affairs Date-04/05/2017

રાષ્ટ્રીય

 • આગામી ૧૨મી ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ જાહેરાત ખેલ અને યુવા બાબતોના પ્રધાનમંત્રી વિજય ગોયલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
 • છતીસગઢ રાજ્ય સરકાર દ્વારા ભારતના સૌથી મોઘાં ચુનના પથ્થર બ્લોકની જાહેરાત કરેલ છે.
 • ભારતમાં બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી મોટો રેલ્વે પુલ તૈયાર કરવામાં આવશે.
 • ચિનાબ નદી પરનો પુલ પેરિસના એફીલ ટાવરથી ૩૫ મીટર લાંબો બનાવવાની શક્યતા છે.
 • સ્વચ્છ શહેર સર્વેક્ષણ ૨૦૧૭ માં ઇન્દોર સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. ૨૦૧૭માં દેશના ૪૩૪ શહેરને સ્વચ્છ શહેર જાહેર કરવામાં અઆવેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • સંયુક્તરાષ્ટ્રના રીપોર્ટ મુજબ ભારતને આ વર્ષે ૭.૧ ટકાની વૃદ્ધિ દર પપ્રાપ્ત થવાની આશા છે.

ગુજરાત

 • ગુજરાત રાજ્યમાં પ્રથમ વર્ષ ૨૦૧૬-૧૭ માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ નવી દિલ્હી દ્વારા સરકારની અને ખાનગી કોલેજને મળી ૧૭૭૦ બેઠકો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રમત-જગત

 • અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં ૩ મેં ૨૦૧૭ ના રોજ ભારતે જાપાનને ૪-૩થી હરાવેલ છે.

અન્ય

 • હાલમાં વિજયવાડા હવાઈમથકને આંતરરાષ્ટ્રીય હવાઈમથક બનાવવાની પરવાનગી આપવામાં આવેલ છે.
 • હાલમાં બ્રીજ બિહારી કુમારને આઈ.સી.એસ.એસ.આર.ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • SRISHTI નું પુરુનામ – ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સાયન્સ રીસર્ચ થાય છે.
Advertisements