Current Affairs Date- 20/06/2017

રાષ્ટ્રીય

  • એચોસેમના સર્વ મુજબ સમગ્ર દેશમાં ત્રણ લાખ યોગ શિક્ષકની અછત છે. છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ૨૧ જુને કરવામાં આવે છે.
  • ૨૦ જુન ૧૮૮૭ ના રોજ દેશનું અતિવ્યસ્ત રેલ્વે સ્ટેશન વિક્ટોરિયા ટર્મિનસ પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
  • મુંબઈમાં આવેલ વિક્ટોરિયા ટર્મિનસ હવે છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે ઓળખાય છે.
  • મુંબઈની પ્રખ્યાત તાજ મહેલ પેલેસ હોટેલને ટ્રેડમાર્ક આપવામાં આવેલ છે.
  • તાજ મહેલ પેલેસ હોટેલ ૧૧૪ વર્ષ જૂની ઈમારત છે.આ ઈમારત ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન મેળવનારી ભારતની પ્રથમ ઈમારત છે.
  • પશ્વિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પોતાના રાજ્ય સિવાય બિહારનો વધારાનો ચાર્જ સાંભળશે.
  • ભારતના મંગળયાને પોતાની કક્ષામાં ૧૦૦૦ પુર્થ્વી દિવસ પુરા કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • સયુંકત રાષ્ટ્ર દ્વારા ૨૦ જુનને વિશ્વ શરણાર્થી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે.

રમત-જગત

  • ભારતીય અભિનેતા શાહરુખાને સાઉથ આફ્રિકન ટી-૨૦ લીગમાં કેપટાઉન ટીમ ખરીદી કરેલ છે.

અન્ય

  • બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ પોતાના પદ પરથી રાજીનામું આપેલ છે.

 

Advertisements