Current Affairs Date-04/09/2017

રાષ્ટ્રીય

  • દેશમાં ગૃહપ્રધાન શ્રી રાજનાથસિંહ ૫ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ લખનૌમાં મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત કરશે.
  • લખનૌમાં પ્રથમ તબક્કાની મેટ્રો ટ્રેન ટ્રાન્સપોર્ટ નગરથી ચારબાગ સુધી ચાલશે.
  • ભારતનું રેલ્વે મંત્રાલય ટ્રેનોના નામ પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓ પરથી રાખવાની વિચારણા કરી રહ્યું છે.તેના માટે પુરુસ્કુત થયેલી કૃતિઓ શોર્ટલીસ્ટ કરવામાં આવી રહી છે.
  • દિલ્હી સરકારે તમામ વિભાગોને સ્વાયત એકોમોમાં પૈસાની લેવડ-દેવડ માટે ઈ-પેમેન્ટનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ઉતર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ હતું.
  • ઉતર કોરિયાનો હાઇડ્રોજન બોમ્બ અણુબોમ્બ કરતા નવ ગણો શક્તિશાળી છે.આ છઠું પરમાણું પરિક્ષણ સૌથી શક્તિશાળી છે.

ગુજરાત

  • ભારતીય રેલ્વે દ્વારા વડોદરામાં બુલેટ ટ્રેનનું ટ્રેનીંગ સેન્ટર ખોલશે.જો કે આ ટ્રેનીંગ સેન્ટર રેલ્વે યુનિવર્સીટીનો ભાગ ગણાશે.
  • ગુજરાત રાજ્યના ધારાસભ્યો માટે પગાર-ભથ્થા અધિનિયમ વર્ષ ૧૯૬૦ નો આજે અમલમાં છે.
  • આગામી વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં ધોરણ ૧ થી ૯માં ગુજરાતમાં ધોરણ ૧ થી ૯ માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે.
  • આગામી ૧૪મી સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ દેશના વડાપ્રધાનશ્રી અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાત મુહર્ત કરશે.

રમત-જગત

  • ૧૯ મી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ઉઝબેકીસ્તાન દેશે ૬ મેડલ જીતી બીજો ક્રમાંક હાંસલ કરેલ છે, જયારે ભારતને માત્ર એક મેડલ પ્રાપ્ત થયેલ છે.

અન્ય

  • હાલ ભારતીય રેલ્વે બોર્ડના ચેરમેન તરીકે અશ્વિન લોહાની ફરજ બજાવી રહ્યા છે.

 

Advertisements