Current Affairs Date-14/09/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્ર સરકાર દ્વારા એમ.જી.રામચંદ્રનની જન્મ શતાબ્દી પર ૧૦૦ રૂપિયાનો સિક્કો અને ૫ રૂપિયાનો સિક્કો બહાર પાડવાની જાહેરાત કરવામાં આવેલ છે.
  • વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ હ્યુમન કેપિટલ ઇન્ડેક્ષમાં ભારત ૧૦૩માં સ્થાને રહેવા પામેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારત અને જાપાનના દેશ મળીને એશિયા-આફ્રિકા ગ્રોથ કોરીડોર નામનો પ્રોજેક્ટ લોન્ચ કરશે.
  • ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૯ ના રોજ સોવિયત સંઘનો ઉપગ્રહ લુના-૨ ચંદ્રની સપાટી પર ઉતર્યો હતો.
  • હાલ સિંગાપુરના રાષ્ટ્રપતિ તરીકે હાલી યાકુબ ફરજ બજાવી રહ્યા છે.
  • વિશ્વમાં સૌથી લાંબુ હાઈ સ્પીડ રેલ નેટવર્ક ચીન દેશમાં પથરાયેલ છે.

ગુજરાત

  • દેશના વડાપ્રધાનશ્રીએ જાપાનના વડાપ્રધાન સાથે અમદાવાદના એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે બુલેટ ટ્રેનનું ખાતમુહુર્ત કરેલ છે.
  • અમદાવાદ મુંબઈ વચ્ચે શરુ થનાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જાપાન સરકાર મદદ કરશે.
  • જાપાનની ૧૫ કંપનીઓ ગુજરાતમાં પાંચ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
  • હાલમાં ગુજરાતમાં ભારત-જાપાનનું ૧૨મુ વાર્ષિક સંમેલન આયોજિત થયું હતું.

રમત-જગત

  • કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પી.વી.સિંધુ તથા પરુપલ્લી કશ્યપે સ્થાન મેળવી લીધું છે.

અન્ય

  • બોલીવુડ ફેસ્ટીવલ નોર્વેમાં-૨૦૧૭ ની શરૂઆત ફિલ્મ ઇન્દુ સરકારથી કરવામાં આવી છે.
  • ભારતમાં બનેલી ઇન્દુ સરકાર ફિલ્મના નિર્માતા અને નિર્દેશક મધુર ભંડારકર છે.

 

Advertisements