Current Affairs Date-18/09/2017

રાષ્ટ્રીય

 • કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રાજ્યો તથા જિલ્લાઓનું રેન્કિંગ પોષણના આધારે કરશે.
 • આગામી ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ યુ.એન.મહાસભામાં ભાષણ આપશે.
 • ભારતીય રેલ્વે દ્વારા ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭ થી મુંબઈ-ગોવા રુટ પર વીસ્ટાડોમ કોચ શરુ કરવામાં આવ્યા છે.આ કોચ સંપૂર્ણ પણે કાચની છત ધરાવ છે.
 • વર્ષ ૧૯૬૫ માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર એયર માર્શલ અર્જુન સિંહનું હાલમાં અવસાન થયેલ છે.
 • સર્ચ એન્જીન ગુગલે ભારતમાં પોતાની મોબાઈલ ચુકવણી સેવાનો શુભારંભ કરેલ છે,તેનું નામ તેઝ રાખવામાં આવેલ છે.
 • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પર વિભિન્ન રાજ્યોમાં લોકોએ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું.આ દિવસનું નામ સેવા દિવસ આપવામાં આવેલ.

આંતરરાષ્ટ્રીય

 • તાલીમ નામના તોફાને હાલમાં જાપાનના કાગોશીમાં વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે.
 • ન્યૂયાર્કમાં આયોજિત સયુંકત રાષ્ટ્રની મહાસભાના વાર્ષિક સત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ સુષ્મા સ્વરાજ કરશે.

રમત-જગત

 • ભારતના પી.વી.સિંધુ હાલમાં કોરિયા ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા છે.
 • પી.વી.સિંધુ કોરિયા ઓપનના ૨૬ વર્ષના ઇતિહાસમાં ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે.

અન્ય

 • એક સર્વ મુજબ ભારત આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની શકે તેમ છે.
 • એયર માર્શલ અર્જુન સિંહનો જન્મ ૧૫ એપ્રિલ ૧૯૧૯માં બ્રિટીશ ભારતના લાયલપુર થયો હતો. જે હાલ પાકિસ્તાનમા આવેલ છે.
Advertisements