Garvi Gujarat Special- Current Affairs September-2017

Hi, Friends our effort is to be helpful student in preparing competitive exam. Now a days current affairs is very important for most of competitive exam. For that we publish daily current affairs. After some days we combine the daily current affairs in single PDF file and Publish it. In this issue we have make a PDF of current affairs of date . We hope it will be useful to every student who preparing for exams.

You can download PDF file from below link. Best of Luck…

Advertisements

Current Affairs Date-30/09/2017

રાષ્ટ્રીય

  • દેશના રાષ્ટ્રપતિશ્રી દ્વારા પાંચ રાજયોના નવા રાજયપાલની નિમણુંક કરવામાં આવી છે.
  • વર્ષ ૨૦૧૯ની ચુંટણીમાં તમામ જગ્યાએ વિવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
  • દેશના રાષ્ટ્રપતિશ્રી ૧ ઓક્ટોમ્બર ૨૦૧૭ ના રોજ શિરડી એરપોર્ટનું ઉદઘાટન કરશે.

આંતરરાષ્ટ્રીય

  • હાલમાં પીટર થોમસનને મહાસાગરોના દૂતના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત

  • ગુજરાતમાં રાજ્યમાં આજથી ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન અમિતશાહ કરાવશે.

અન્ય

  • ફિલ્મ અભિનેતા ટોમ અલ્ટરનું અવસાન ૬૭ વર્ષની વયે થયેલ છે.

Current Affairs Date-29/09/2017

  • કબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો
    • ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ અફધાનિસ્તાનના પાટનગર કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૨૦ થી ૩૦ રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
  • દુલીપ ટ્રોફી -૨૦૧૭
    • દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં ઇન્ડિયા બ્લુંને ૧૬૩ રને પરાજય આપીને ઇન્ડિયા રેડ ટીમ ચેમ્પિયન બની ગઈ છે.

Current Affairs Date-28/09/2017

  • મ્યાનમાર સરહદે સૈન્ય ઓપરેશન

    • ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ભારતીય સેના દ્વારા મ્યાનમાર સરહદે ઉગ્રવાદીઓ સામે મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    • NSCN નું પુરુનામ – નેશનાલીસ્ટ સોશીયાલીસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેંડ-ખાપલંગ છે,NSCN-K એ નાગા ઉગ્રવાદી સંગઠન છે.
  • સાઉદીમાં મહિલાઓને ડ્રાઇવિંગનો  અધિકાર

    • સાઉદી અરેબિયાએ મહિલાઓના ડ્રાઇવિંગ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે.સાઉદીમાં મહિલાઓને હવે કાર ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે.
  • નિવૃત વય મર્યાદમાં વધારો

    • કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય આરોગ્ય સેવા ઉપરાંત અન્ય કેન્દ્રીય તબીબોની સેવા નિવૃત્તિ મુદતને ૬૨વર્ષથી વધારી ૬૫વર્ષ કરવા મંજૂરી આપી દીધી છે.

Current Affairs Date-27/09/2017

  • દિવસ મહિમા – ૨૭ સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસ દિન
  • NDDB ડેરી એક્સલન્સ એવોર્ડ
  • ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ આણંદ ખાતે NDDB (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ)ના એક્સલન્સ એવોર્ડનું આયોજન વિતરણ સમારોહનું થયું હતું.
  • જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન માટે બનાસ ડેરીને નેશનલ એવોર્ડ એનાયત થયો હતો.

Current Affairs Date-26/09/2017

રાષ્ટ્રીય

  • દેશના વડાપ્રધાનશ્રીએ સૌના માટે વીજળી ૨૪ કલાક ઉપલબ્ધ બનાવવા માટે ‘પાવર ફોર ઓલ’ નામની નવી યોજનાની શરૂઆત કરેલ છે.
  • ભારતીય સ્ટેટ બેંક પોતાના ગ્રાહકોનું મીનીમમ બેલેન્સ પાંચ હજાર રૂપિયા હતું.તે ઘટાડીને ત્રણ હજાર કરી આપેલ છે.
  • ગુહમંત્રી રાજનાથસિંહ દ્વારા બાળશ્રમના રાષ્ટ્રીય સંમેલનમાં “પેન્સિલ પોર્ટલ” નો પ્રારંભ કરવામાં આવેલ છે.
  • હાલ ભારતીય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લીમીટેડ વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની એનર્જી કંપની બની ગયેલ છે.
  • ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ આઈ.એન.એસ.તારાસને ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવેલ છે.
  • દેશના વડાપ્રધાનશ્રીએ આર્થિક સલાહકાર પરિષદની ફરીવાર રચના કરેલ છે,તેના અધ્યક્ષ વિવેક દેબરાયને બનાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • એંજેલો માર્કેલ ચોથીવાર જર્મનીના ચન્ચેલાર તરીકે ચુંટાયા છે.
  • ઉતર કોરિયા દેશે અમેરિકા દેશ પર યુદ્ધની શરૂઆત કરવાનો આરોપ લગાવેલ છે.
  • ભારતમાં આવેલ અમેરિકાના સંરક્ષણ મંત્રીએ “અમર જવાન જ્યોતની” મુલાકાત લીધેલ.
  • ચીન દેશે પોતાના આંતરિક કારણોસર વ્હોટ્સ અપ પર પ્રતિબંધ લગાવેલ છે.
  • ઇન્ડોનેશિયા દેશેમાં વિશ્વની સૌથી નાની ખિસકોલી મળી આવેલ છે.

રમત-જગત

  • ભારતીય યુવા શટલર વૈષ્ણવી રેડીએ હાલમાં બેલ્જિયમ જુનિયર ઓપન બેડમિન્ટનનો ખિતાબ જીતી લીધેલ છે.

અન્ય

  • કર્ણાટક રાજ્યના ૨૧ વિધાયકોના વેતન-ભથ્થાને રોકી દેવામાં આવેલ છે.

Current Affairs Date-24/09/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
  • વિદેશની ધરતી પર પ્રથમ તિરંગો લહેરાવનાર મેડમ ભીખાઈજી કામનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ના રોજ થયો હતો.
  • હાલમાં ભારત દેશે અફઘાનિસ્તાન દેશ માટે ૧૬ પરિયોજનાની જાહેરાત કરેલ છે.
  • અસમ રાજ્યમાં નીતિ આયોગ દ્વારા સાથ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

  • હાલ કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટીન ટુડો ફરજ બજાવી રહ્યા છે.
  • તતુર્કીમેનીસ્તાનની પશ્વિમ સીમા કાસ્પિયન સાગર સાથે જોડાયેલ છે.

રમત-જગત

  • ભારતના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ બી.એફ.ડબલ્યુ મહિલા સિંગલ્સ રેન્કિંગમાં બીજા નંબરે રહ્યા છે.

અન્ય

  • ૯ સપ્ટેમ્બર ના રોજ હિમાલય દિવસ મનાવવામાં આવે છે.
  • પ્રોજેક્ટ ૭૫ અંતર્ગત વિકસિત આઈ.એન.એસ.કલવારીનું નામ ટાઈગર શાર્ક રાખવામાં આવેલ છે.
  • વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ૧૯૯૫ માં કરવામાં આવી છે.
  • નીતિ આયોગ ભારત સરકાર દ્વારા યોજના આયોગના સ્થાન રચવામાં આવેલ છે.

Current Affairs Date-25/09/2017

રાષ્ટ્રીય

  • વર્ષ ૨૦૨૨ સુધીમાં ન્યુ ઇન્ડિયામાં સરકાર ધરતીની અંદર રહેલી ગરમીથી પણ વીજળી મેળવી શકશે.
  • કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પુડુંચેરીમાં હુનરહાટનું ઉદઘાટન કરેલ છે.
  • હાલમાં વિશ્વ પરમાણું ઉધોગ સ્થિતિ રીપોર્ટ ૨૦૧૭ ના અનુસાર ભારતનું પરમાણું ઉર્જા પ્રતિષ્ઠામાં ત્રીજા નંબરનું સ્થાન છે.
  • ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ૨૪ કલાક વીજળીની સૈભાગ્ય તોજના લોન્ચ કરેલ છે.
  • ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ભારતમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ આયોજિત થશે.

આંતરરાષ્ટ્રીય

  • ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ અમેરિકાના સંરક્ષણ મંત્રી જીમ મેટીસ ભારતની મુલાકાતે આવશે.
  • આગામી ૧ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ નેધરલેન્ડના હેંગ શહેરમાં પ્રથમવાર ગાંધી માર્ચનું આયોજન થશે.
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આઠ દેશો પર અમેરિકાની યાત્રા પૂર્ણ રૂપથી તેમજ આશિંક રૂપ પર પ્રતિબંધ લગાવેલ છે.

રાતમ-જગત

  • ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન-ડે બેન્ગ્લુંરૂમાં આયોજિત થશે.
  • ભારતીય મહિલા બોક્સર ખેલાડી મેરિકોમ આઈ.ઓ.સી.ના ખેલાડી ફોરમમાં એ.આઈ.બી.એ.નું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય

  • ડબલ્યુ.જી.સી.નું પુરુનામ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ થાય છે.

Current Affairs Date-23/09/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ ભારતીય વિમાનના એકડેમી નવા પરિસરનું ઉદઘાટન નવી દિલ્હીમાં કરેલ છે.
  • દેશના વડાપ્રધાનશ્રીએ રામાયણ પર આધારિત પોસ્ટ ટેમ્પનું ઉદઘાટન કરેલ છે.
  • નેશનલ હાઇડ્રો પાવર કોપોરેશનના અધ્યક્ષ તરીકે બલરાજ જોશીની નિયુક્ત કરેલ છે.
  • હાલમાં ડોક્ટર હર્ષવર્ધનને પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિજ્ઞાન ગ્રામ સંકલ્પ પરિયોજના લોન્ચ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારત અને રશિયા સાથે મળીને બાંગ્લાદેશમાં પરમાણું એકમ સ્થાપશે.
  • એશિયન ડેવલોપમેન્ટ બેન્કનું મુખ્ય કાર્યાલય મનીલાના ફિલિપાઇન્સમાં આવેલ છે.
  • એસ.બી.આઈ. બેંક દ્વારા લંડનમાં ભારતીય બોન્ડ્સ ઈન્ડેક્સ સિરીઝની શરૂઆત કરેલ છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યમાં સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા હેકથોન ૨૦૧૭ નો આગામી ૨૬મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.
  • કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાન ગાંધીનગરમાં આયોજિત પ્રથમ એલ.પી.જી.પંચાયતમાં ભાગ લેશે.

રમત-જગત

  • રશિયામાં આયોજિત કીક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના રીમા નરવતે ગોલ્ડ મેડલ જીતેલ છે.

અન્ય

  • હાલમાં ફીનો પેમેન્ટ બેંક દ્વારા મોબાઈલ બેન્કિંગ એપનો શુભારંભ કરવામાં આવેલ છે.
  • જમ્મુ કાશ્મીરના ગવર્નર એન.એન.વોહરાએ બીજા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ કરેલ છે.
  • પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ ઉતરખંડમાં આયોજિત કરવામાં આવેલ છે.

Current Affairs Date-22/09/2017

રાષ્ટ્રીય

  • કોલકાતામાં શહેરમાં દેશનો સૌથી મોંઘો પંડાલ તૈયાર કરવામાં આવેલ છે, પશ્વિમ બંગાળ દુર્ગા પૂજા માટે જાણીતું છે,
  • ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધેલ છે.
  • હાલમાં યોગી આદિત્યનાથ તથા કેશવ પ્રસાદ મોર્ય યુપી વિધાન પરિષદના સભ્ય પદ પર ચુંટાયા છે.
  • વિશ્વભરમાં પ્રસિદ્ધિ મૈસુરનો દશેરા ફેસ્ટીવલ શરુ થઈ ગયો છે. આ વર્ષ યોજાનાર દશેરા ફેસ્ટીવલ ૪૦૮ મો છે.
  • હાલમાં બ્રહ્મપુત્રા નદીના વિશ્વલેષણ માટે નૈકા પર પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી છે.
  • ઓસ્કાર ૨૦૧૮માં ન્યુટન ફિલ્મને ભારત તરફથી આધિકારિક પ્રવેશ પ્રાપ્ત થયેલ છે.
  • દેશના પ્રધાનમંત્રી દ્વારા હાલમાં વારાણસી થી વડોદરા દેશની ત્રીજી મહાનામાં એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • વિશ્વની સૌથી ધનવાન મહિલા લિલિયન બેટનકોર્ટનું હાલમાં આવસાન થયેલ.
  • ચીન દેશમાં વિશ્વની સૌથી તેજ બુલેટ ટ્રેનનો શુભારંભ કરવામાં આવેલ છે.
  • સાઉદી આરબ અને બ્રિટેન દેશ વચ્ચે સૈન્ય સહયોગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
  • બ્રાજીલ દેશના રાષ્ટ્રપતિ મિશેલ ટેમર સયુંકત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં સૌથી પહેલા નવી પરમાણું સંધિ પર હસ્તાક્ષર કરેલ છે.

રમત-જગત

  • ફીફા મહિલા વિશ્વ કપ ફ્રાંસ ૨૦૧૯નો લોગો અને આર્દશ વાક્ય લોન્ચ કરવામાં આવ્યું .આર્દશ વાક્ય છે,”ડેયર ટુ શાઈના”

અન્ય

  • આંતરરાષ્ટ્રીય ટેક્સટાઈલ અને અપૈરેલ ફેચર વસ્ત્રના છઠ્ઠા સંસ્કરણનો હાલમાં જયપુરમાં શુભારંભ થયેલ છે.